Gujarat Weather Update:  રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરફના કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.


હવામાન વિભાગે આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં માવઠાની સંભાવના છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં છે.


પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.


આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા


હવામાન વિભાગે 19 માર્ચ 2023 સુધી વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.









આ સિવાય તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં 19 માર્ચ સુધી વરસાદ થવાની સંભાવના છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 17 થી 19 માર્ચ દરમિયાન વરસાદ, તોફાન અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે.


આ પણ વાંચોઃ


 Gujarat Assembly: PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં જનતાને લાવવ-લઈ જવા કેટલી બસનો ઉપયોગ કરાયો ? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું


Kiran Patel: કાશ્મીરમાં પકડાયેલા નકલી અધિકારી ગુજરાતી કિરણ પટેલની આવી છે લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો