Kiran Patel: કાશ્મીરમાં પકડાયેલા નકલી અધિકારી ગુજરાતી કિરણ પટેલની આવી છે લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો
તેની 3 માર્ચ, 2023ના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મીડિયામાં આ જાણકારી હવે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠગ કિરણ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે. તે અમદાવાદના દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે.
છેલ્લા ઘણા સમયથી કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહેતો હતો.
નાજ ગામમાં તમામને તે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં તેની નિમણૂક કરી છે તેમ કહેતો હતો.
કિરણ પટેલ ગામના પ્રસંગ સમયે નાજ ગામમાં હાજરી પણ આપતો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં નાજ ગામમાં જ કિરણ પટેલે મતદાન કર્યું હતું.
કિરણ પટેલ ઓક્ટોબર 2022થી કાશ્મીર ઘાટીની મુલાકાત લેતો હતો. ધરપકડ પહેલા તેણે એલઓસી નજીક ઉરી કમાન પોસ્ટ થઈને શ્રીનગરના લાલ ચોક સુધી ગયો હતો.
. તે જમ્મુ-કાશ્મીરમાં 5 સ્ટાર હોટલમાં રોકાતો હતો. ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે બુલેટપ્રૂફ ગાડીમાં ફરતો હતો.
પત્ની સાથે કિરણ પટેલ (તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા)