Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. 24 જિલ્લાના 133 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં નોંધાયો  છે. અહીં બે ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.


વરસાદના આંકડા



  • મહીસાગરના લુણાવાડામાં સવા બે ઈંચ વરસાદ

  • નડીયાદ, નેત્રંગમાં પોણા બે ઈંચ વરસાદ

  • મહુધા, લાખણી, બાલાસિનોરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

  • મોડાસા, વાલિયા, આણંદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

  • જાંબુઘોડા, પાટણમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

  • આહવા, ધાનપુર, શહેરામાં સવા સવા ઈંચ વરસાદ

  • વિજાપુર, ઉમરપાડા, ગોધરામાં એક એક ઈંચ વરસાદ

  • કડી, બાયડ, ડેસર, ક્વાંટમાં એક એક ઈંચ વરસાદ

  • કપડવંજ, સરસ્વતી,માણસામાં એક એક ઈંચ વરસાદ

  • દેવગઢ બારીયા, પેટલાદ, બેચરાજીમાં એક એક ઈંચ વરસાદ

  • મહેસાણા, ગળતેશ્વરમાં પણ એક એક ઈંચ વરસાદ

  • અમદાવાદ શહેરમાં વરસ્યો એક ઈંચ વરસાદ

  • સોનગઢ, કઠલાલમાં પોણો-પોણો ઈંચ વરસાદ

  • હાલોલ, મોરવા હડફ, ડોલવણ, જોટાણામાં પોણો પોણો ઈંચ વરસાદ

  • વઘઈ, પ્રાંતિજ, ગરૂડેશ્વર,વ્યારામાં પોણો પોણો ઈંચ વરસાદ

  • વિજયનગર, તલોદ, સિનોરમાં પોણો પોણો ઈંચ વરસાદ

  • વડોદરા, ઈડર, ધનસુરામાં અડધો અડધો ઈંચ વરસાદ

  • નાંદોદ, સંતરામપુર, વાઘોડીયામાં અડધો અડધો ઈંચ વરસાદ

  • દેહગામ, સુબીર, ચાણસ્મામાં અડધો અડધો ઈંચ વરસાદ

  • વડગામ, દાંતીવાડા, ધાનેરામાં અડધો અડધો ઈંચ વરસાદ

  • માલપુર, ઠાસરા, ખેડા, આંકલાવમાં અડધો અડધો ઈંચ વરસાદ




રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક આકરા તાપથી લોકો પરેશાન છે તો ક્યાંક વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે.  4 જૂને દિલ્હીમાં વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર આ સપ્તાહે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે, જ્યારે બિહાર, ઝારખંડના ઘણા વિસ્તારોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે.




આજે ક્યાં વરસાદની શક્યતાઓ છે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સોમવારે 5 જૂને રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યના અલવર, ભરતપુર, જયપુર, ધૌલપુર, કરૌલીમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર વિસ્તારોમાં ખૂબ જ હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે.