World Environment Day: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બનાસકાંઠાના પ્રવાસે છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસનની ઉજવણી સીએમ પટેલ અંબાજી ખાતે કરશે, આજે વહેલી સવારે સીએમ પટેલ બનાસકાંઠાના અંબાજીમાં મા અંબાના દર્શન કરશે. ત્યારબાદ અંબાજીમાં વન કવચનું લોકાર્પણ કરશે, અહીં વન કવચમાં 20 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરેલું છે.
World Environment Day: ગુજરાતમાં ઝડપથી ઘટી રહ્યા છે જંગલો, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
World Environment Day: 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. તો બીજી તરફ એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જંગલોનો ઘટાડો થઈ રહ્યો છે. આ અંગે ચિંતા વ્યક્ત કરા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ રિપોર્ટમા થયેલા ખુલાસા અંગે વિગતે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂનના રોજ સહુને શુભેચ્છાઓ સાથે પર્યાવરણને બચાવવાની પણ નેમ લેવી પડશે. ગ્લોબલ ફોરેસ્ટ વોચ સંસ્થા મુજબ વર્ષ ૨૦૦૧ થી લઇને ૨૦૨૧ સુધીમાં ગુજરાતે ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું છે.આગ લાગવાથી ૯ હેક્ટર અને અન્ય કારણોથી ૯૨ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું છે. વિસિબલ ઇન્ફ્રારેડ એમજીંગ રેડિયોમીટર સ્યુટ ટેકનોલોજી (visible infrared imaging radiometer suite) )ના માધ્યમથી ગ્લોબલ ફોરેસ્ટ વોચ વિશ્વના જંગલો ઉપર નજર રાખે છે. સંસ્થાના સર્વે મુજબ નર્મદા અને ડાંગએ સૌથી વધુ વૃક્ષોનું આવરણ ગુમાવ્યું છે.
* ગ્લોબલ ફોરેસ્ટ વોચ મુજબ, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ (Tree Cover) ગુમાવ્યું.
* નર્મદા અને ડાંગ જિલ્લાએ સૌથી વધુ વૃક્ષ આવરણ ગુમાવ્યું.
* ૯ હેક્ટર વૃક્ષ આવરણ આગ લાગવાથી, જ્યારે ૯૨ હેક્ટર માં વૃક્ષ આવરણ અન્ય કારણોથી ઘટયું છે.
* ૨૩ મે ૨૦૨૩ થી ૩૦ મે ૨૦૨૩ ની વચ્ચે ગૂજરાતમાં ૪૮૯ VIIRS દ્વારા ફાયર એલર્ટની નોંધ થઈ છે.
* ૧ જૂન ૨૦૨૦ થી ૨૯ મે ૨૦૨૩ ની વચ્ચે ૧૫,૯૬૮ ફાયર એલર્ટ મળ્યા છે.
* વર્ષ ૨૦૨૨ માં ૮૦૦૦ હેક્ટર જમીનમાં આગની ઘટના બની છે,જે ૨૦૨૧ માં ૭૬૦૦૦ હેક્ટરમાં બની હતી.
* છેલ્લા ૪ અઠવાડિયામાં ,જામનગર,ગીર સોમનાથ,પોરબંદર,મોરબીમાં સૌથી વધુ જમીનમાં આગના એલર્ટ મળ્યા છે.
સંસ્થા મુજબ ૧ જૂન ૨૦૨૦ થી લઇ ૨૯ મે ૨૦૨૩ની વચ્ચે ગુજરાતમાં ૧૫,૯૬૮ ફાયર એલર્ટ મળ્યા છે. જેનો મતલબ થાય કે ગુજરાતની ધરતી ઉપર આટલી આગની ઘટના ઘટી છે જેના લીધે વૃક્ષ આવરણને નુકશાન થયું છે. ૨૩ મે થી ૨૯ મે ૨૦૨૩ના ૭ દિવસોમાં ૪૮૯ ફાયર એલર્ટની ઘટનાઓ સામે આવી છે.વર્ષ ૨૦૨૨ માં ૮૦૦૦ હેક્ટર જમીન આગ નો ભોગ બની છે, જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૭૬૦૦૦ હેક્ટર જમીન આગની ચપેટમાં આવી છે. સંસ્થાના સર્વે પ્રમાણે છેલ્લા ચાર અઠવાડિયા માં જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબીમાં સૌથી વધુ ફાયર એલર્ટ મળ્યા છે. સર્વે મુજબ જે પ્રકારે વૃક્ષ આવરણ ઘટી રહ્યું છે તે ચિંતા ઉપજાવે તેમ છે. પર્યાવરણનું જતન કરવું તે આપણા સહુની જવાબદારી છે. જે પ્રકારે મોટી સંખ્યામાં આગની ઘટનાઓ સામે આવી છે સરકારે પણ આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ અને આગ લાગવાના કારણો તપાસવા જોઈએ.