Gujarat Weather Update Live: રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દાંતા અને અરવલ્લી પંથકમાં વરસાદ

Gujarat Weather Update Live:  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં મહિસાગર, પંચમહાલ, નર્મદા, દાહોદ , સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

gujarati.abplive.com Last Updated: 04 Mar 2023 05:13 PM
અમરેલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો

સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.

બનાસકાંઠામાં વરસાદી માહોલ


અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.

લુણાવાડામાં વાતાવરણ પલટો

મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ  ગાજવીજ  હળવો  વરસાદ પડ્યો. વરસાદના કારણે  વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજું વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતાં   એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં  રોગચાળો  વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.

બનાસકાંઠામાં કમોસમી વરસાદ

હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. . પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ... ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે  ધરતીપુત્રો  ચિંતિત બન્યાં છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. વધુ વરસાદ પડશે તો ઘઉં ,ચણા ,કપાસ ,બટાકા ,તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું

ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં આ માવઠાની અસર વધુ જોવા મળશે


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ માવઠાની અસર જોવા મળશે એવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પહેલેથી તાકીદ કરવામાં આવી છે. નવસારી જીલ્લો એ બાગાયતી વિસ્તાર ગણાય છે અને મુખ્યત્વે કેરી, ચીકુ, ડાંગર અને શાકભાજીના પાકો અહીંયા ખેડૂતો દ્વારા લેવામાં આવે છે જેમાં કોઈ પણ વધુ નુકસાની ન થાય એના માટે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે ગાઈડલાઈન બહાર પાડી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 

રાજ્યમાં 5,6,7 માર્ચ સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે  રાજ્યમાં 5,6,7 માર્ચ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી બનાસ કાંઠા સાબરકાંઠામાં દાહોદ છોટાઉદેપુરમાં દક્ષિણ સામાન્ય વરસાદ પડી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હોળી સમયે વરસાદ પડી શકે છે. આગામી સપ્તાહ સુધી કમોસમી વરસાદ  રહેશે.15 માર્ચ સુધી હીટવેવની શક્યતા  પણ નહીવત છે. ધુળેટીના રંગમાં માવઠું ભંગ પાડે તેવી શક્યતા હવામાન વિભાગે ભિતિ વ્યક્ત કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળતા ખેડૂતો-વેપારીઓને કૃષિ પેદાશો ઢાંકીને રાખવા સૂચના અપાઇ છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Weather Update Live:  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં મહિસાગર, પંચમહાલ, નર્મદા, દાહોદ , સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સાથે પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.