અમરેલીઃ ભારે વરસાદને પગલે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે. સાતલડી નદીનો પટ તોડી હવે નદી સ્ટેટ હાઇવે પર દોડતી થઈ છે. સાવરકુંડલા -જૂનાગઢ વાયા માણેકવાડા જતા રસ્તા પર નદી ફરી વળી છે. આ ઉપરાંત ગાગડીયા નદીનાં પાણી સ્ટેટ હાઇવે પર ફરી વળ્યાં છે. લીલીયા-ગારીયાધાર સ્ટેટ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે. લીલીયાના ક્રાંકચ નજીકની ઘટના છે.

આ હાઇ-વે પર નદીના પાણી આવી જતા હાઇવે પાણી-પાણી થયો છે. અહીંથી વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યું છે. કેટલાક વાહનો જીવના જોખમે હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે. તો બસો,કાર ચાલકો સહિતના રાહદારીઓ પાણી ઓસરવાની રાહમાં છે. વાહનોની કતારો હાઇવે પર જોવા મળી હતી.