Gujarat Weather: ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 5 દિવસ તાપમાન સૂકું રહેશે. અમુક વિસ્તારોમાં વાદળો રહેશે, જ્યારે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થશે.


હાલ ગરમીના ભારે પ્રકોપથી લૂ લાગવાના કિસ્સામાં પણ ખાસ્સો એવો વધારો થયો છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને થોડી ઘણી રાહત મળશે. હવામાન વિભાગે શુક્રવારે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજથી આગામી કેટલાક દિવસો સુધી ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં આજ (24 મે) થી 27 મે સુધી વરસાદની સંભાવના છે. દિલ્હીના હવામાનનો ઉલ્લેખ કરીને IMD એ  કહ્યું તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આ સાથે IMDએ પણ રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.


ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન ?


ઉત્તર પ્રદેશના હવામાન પર નજર કરીએ તો આજે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. રાજધાની લખનઉ સહિત ગાઝિયાબાદ, નોઈડામાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ સિવાય ઘણા શહેરોમાં જોરદાર પવન ફૂંકાતા જોવા મળી શકે છે.


પંજાબ અને હરિયાણામાં કેવું રહેશે હવામાન?


IMD એ પણ બિહારમાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે 27 મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. તેવી જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ હવામાન યથાવત રહી શકે છે.


જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં હિમવર્ષાની આગાહી


આ સિવાય પશ્ચિમ બંગાળ, કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે.