Gujarat Weather Update: ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવેલ ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે રાજ્યમાં અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે.
તો બીજી તરફ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. મહેમદાવાદ વિસ્તારમાં પણ જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ચિંતિત થયા છે. હવામાન વિભાગની આગાઈ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને લઈ ચિંતા વ્યાપી છે. ભર શિયાળે ધમાકેદાર કમોસમી વરસાદને લઇ અંબાજીના બજારોમાં પાણી વહેતુ થયું હતું. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અંબાજીમાં કમોસમી વરસાદ સાથે બરફનાં કરા પડ્યા હતા.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીમખેડા, ધાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ધાનપુર અને મિરાખેડીમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ખેતીના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
તો બીજી તરફ ભાવનગરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં છૂટા છવાયા વરસાદના છાંટા શરૂ થયા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં ભારે નુકસાની જવાની ભીતી સેવાઈ રહી છે.
બોટાદ જીલ્લાના બરવાળા, રાણપુર ગઢડા અને બોટાદમાં ગઈકાલે સાંજના સમયે વરસાદ પડ્યો હતો અનેક ગામડાઓમાં કરા સાથે વરસાદ પડેલ અને આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિતામાં વધારો થયો છે .બોટાદ જીલ્લામાં રવિપાકમાં મુખ્યત્વે ચણા, જીરું અને ઘઉંનું વાવતેર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં દવા, બિયારણ,ખાતરના ખર્ચા કરી વાવેતર કર્યું પરતું પાક આવાના સમયે જે કમોસમી વરસાદ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
હાલ વરસાદના કારણે ખેડૂતોનો પાક મોટાભાગે નિષ્ફળ ગયો છે. વરસાદના કારણે ચણામાંથી ખાર ઉતરી ગયો છે જેના કારણે ચણા આવી શકે તેમ નથી અને જીરું બળી ગયું છે. જયારે ઘઉં આડા પડી ગયા છે જયારે હવે ખેડૂતોને પુરતો નફો મળે તેમ નથી માત્રને માત્ર હવે ખર્ચાના રૂપિયા નીકળશે તેવી આશા દેખાઈ રહી છે. ત્યારે બોટાદ જીલ્લાના ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે સર્વે કરી સહાયની માંગ કરી છે.