Gujarat Weather Update:  આજે સમગ્ર રાજ્યમાં આગમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો અસહ્ય ગરમી પડી રહી છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ગરમી 44 થી 45 ડીગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં 42 ડીગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.


 



આ વર્ષ ઉનાળામાં પ્રથમવાર સૌથી વધુ તાપમાન 42 ડીગ્રીને પાર પહોંચ્યું છે. ભારે તાપથી જનજીવન પર અસરો જોવા મળી છે. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક ઘટ્યો છે. લોકો છાસ, લીંબુ સોડા, શરબત અને ઠંડાપીણાનો સૌથી વધુ સહારો લઈ રહ્યા છે. હોળી બાદ પ્રથમ વખત આકોર તડકો જોવા મળ્યો છે. સતત દોઢ મહિનાથી વાદળ છાયા વાતાવરણ બાદ પ્રથમ વખત ભારે તડતો જોવા મળ્યો છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43 ડીગ્રીને પહાર પહોંચ્યો છે. તંત્ર દ્વારા હિટવેવથી બચવા જિલ્લાની જનતા અપીલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું પણ સરેરાશ તાપમાન 43 ડીગ્રી વટાવી ચૂક્યું છે. તંત્ર દ્વારા યર્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે હાલમાં જિલ્લાની જનતાને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં રણ પ્રદેશ વધુ હોવાથી આકારો તાપ વરસી રહ્યો છે. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સતર્ક કરવામાં આવ્યા છે.  બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવું શક્ય હોય તો સફેદ કપડાં પહેરવા અને લીંબુ શરબત વરિયાળીના શરબત પર વધુ ભાર આપવો શક્ય હોય તો હિટવેવની પરિસ્થિતિ વચ્ચે બાળકો વૃદ્ધઓ અને ગર્ભવતી મહિલાઓને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ છે. હજુ પણ તાપમાન વધી શકે છે તેવી શક્યતાઓ રણમાં તાપમાન હાલ 2 ડીગ્રી વધુ છે. હાલ ખારાધોડા રણનું તાપમાન 45 ડીગ્રીએ પહોંચ્યું છે ત્યારે રણમાં કામ કરતા અગરીયા પણ હિટવેવથી બચે તેવી તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપલી કરી છે.


દેશમાં ફરી કાળઝાળ ગરમી પડશે! હીટવેવની આગાહી


રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા હતું. વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું હતું, પરંતુ શરૂઆતના દિવસોમાં રાહત મળ્યા બાદ ફરી એકવાર આકરી ગરમી પડશે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. તેમજ 13 મેના રોજ વરસાદની સંભાવના છે, પરંતુ તેના કારણે તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. વિભાગની આગાહી અનુસાર, 10 મે, બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તેમજ હવામાન સ્વચ્છ રહેશે. રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં શુષ્ક હવામાન અને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની પ્રબળ શક્યતા છે. આ સિવાય 10 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી નોંધાય શકે છે.