Weather Update:  ગુજરાતમાં આગામી 72 કલાક બાદ તાપમાન ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે


રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.


3000 કિલોમીટરની પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં, હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. જેમાં તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતા દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ટ્વિટ કરીને લખ્યું, રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે, પ્રધાનમંત્રી જવાબ ન આપી શક્યા, તમે તો આપો હર્ષ સંઘવી.


કોંગ્રેસ નેતા ડો. અમિત નાયકે હર્ષ સંઘવીને જવાબ આપતા ટ્વિટ કર્યુ, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિકની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડ્યું કહેવાય.