ગાંધીનગરઃ ગુજરાતીઓએ હવે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં જાન્યુઆરીથી વાતાવરણ સૂકું થશે અને ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાન 5 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે અને તેના કારણે ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના પગલે કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી 24 કલાકમાં ફરી માવઠું થઈ શકે છે. ત્યાર બાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો થતાં ઠંડીમાં જોરદાર વધારો થશે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠું પડતાં પડેલા મારથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના 60 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી કરાઈ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાક દરમિયાન ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકું બની જશે તેથી ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ પારો ગગડશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં 9થી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડી પડશે. ત્યાર બાદ 16 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ફરી વાર વાતાવરણમાં પલટો આવશે.
આ પણ વાંચોઃ IAS બનવા માંગો છે ? આ સ્ટ્રીમ પસંદ કરશો તો થશે ફાયદો, વિદ્યાર્થીઓની છે પહેલી પસંદ