વરસાદની ઘટની વચ્ચે હાલમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હી છે. રાજ્યના દિક્ષણ વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિત છે.  ત્યારે આગામી 8થી 12 સુધી હજુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરતાના એક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, મહારાષઅટ્ર, મુંબઈ વગેરેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દ. ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.


આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શખ્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.


મંચમહાલના કેટલાક ભાગમાં 100 મી.મી.થી ઉપર વરસાદ પડી શકે છે. તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. તા.૧૧-૧૨ આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં બીજું હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા હોવાથી તા.૧૨ આસપાસ ફરી વરસાદનો લાંબો રાઉન્ડ જોવા મળશે. એટલે સપ્ટેમ્બર માસમાં તાપી નદીનું જળ સ્તર વધવાની શક્યતા રહેશે.


કેટલાક જળાશયોમાં પાણીનો આવરો આવતા જળાશયમાં પાણીની આવક વધુ થવાની શક્યતા રહેશે. ૧૩મી સપ્ટેમ્બર પછી થતો વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાય.


રાજકોટના ગોંડલમાં વીજળી પડતા 3નાં મોત


રાજકોટ જિલ્લામાં બુધવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, જસદણ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ઘટના બની છે.


રાજકોટના જસદણ તાલુકાના પ્રતાપુર ગામે વાડી વિસ્તારમાં સાંજના સમયે ત્રણ બાળકો પર વીજળી પડી છે. સાંજના સમયે વાડીના સેઢા પર ત્રણ પિતરાઈ ભાઈઓ ચાલીને જતા હતા ત્યારે જ વીજળી પડતા 15 વર્ષના બે બાલકોના કિશોરોના મૃત્યુ નિપજ્યા છે. જેમને 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરતના તબીબે બંન્નેને મૃત ઘોષિત કર્યા હતા.