Indian Championship: ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે. વોલીબોલમાં પ્રથમવાર ચેમ્પિયન બનતા સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. વોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના હતા. વોલીબોલમાં કોડીનારના સરખડી ગામનો દબદબો યથાવત છે. 6 મહિલા ખેલાડીઓ સરખડીની અને 1 સિંધાજ ગામની હતી. એક જ ગામની ખેલાડીઓ અને નિયમિત સાથે પ્રેક્ટિસ કરતાં હોવાથી અદભુત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળતો હોવાનું તેમના કોચ પરીતા વાળાએ જણાવ્યું હતું. ગુજરાતની ટીમ વિજેતા બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી છે.
ચોમાસુ છ દિવસ વહેલું આવશે, જાણો ગુજરાતમાં ક્યારે મોનસૂનની એન્ટ્રી થશે
હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં હવે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 જુનથી 15 જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ સોમવારે ભારતમાં આગમન કરી લીધુ છે. જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે અંદમાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય, આસામ, અરૂણાચલ પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તિવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27 મેથી એક જુનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગામન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં દસથી 15 જુન વચ્ચે અને 15થી 20 જુનની વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.
રાજ્યમાં કાળઝાળ ગરમી