નવી દિલ્હીઃ ભારતીય બાસ્કેટ બૉલ ટીમમાં ગુજરાતના એક ખેલાડીની પસંદગી થતા ગુજરાત માટે આનંદ સમાચાર સામે આવ્યા છે. મધ્ય ગુજરાતના ખેડૂત પરિવારના દીકરા સહજ પટેલની નેશનલ બાસ્કેટ બૉલ ટીમમાં પસંદગી થઇ છે, અને હવે તે 2021માં બહેરીનમાં યોજાનારી એશિયા કપ ક્વૉલિફાયર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તરફથી રમશે. ભારતીય ખેલાડીઓને વિશ્વ લેવલે પહોંચવાનો મોકો આપવા માટે સરકાર અવનવી યોજનાઓ અને ટૂર્નામેન્ટો યોજી રહી છે, આ અંતર્ગત નવા યુવાઓને મોકો મળી રહ્યો છે.


24 વર્ષીય સહજ પટેલ મધ્ય ગુજરાતના સખોડા ગામનો વતની છે. સહજ રાજેશભાઇ પટેલ મૂળ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ગામનો રહેવાસી છે. સહજના પિતા ખેડૂત છે. સહજ અભ્યાસ માટે સોખડાથી આણંદ ગયો અને ત્યાંથી તેની બાસ્કેટબૉલની સફર શરૂ થઇ હતી.

આ સફર અંગે વાત કરતા સહજ પટેલે કહે છેકે મારી ઊંચાઇ ૬ ફૂટ ૧૦ ઇંચ હોવાથી મિત્રોએ મને બાસ્કેટબૉલ સ્પોર્ટમાં જવાની સલાહ આપી હતી, અને બાદમાં મારી પસંદગી આણંદની ટીમમાં થઇ. બાદમાં હુ વડોદરા આવી ગયો અને વડોદરાની ટીમમાંથી પણ રમ્યો હતો. આ પછી મારી પસંદગી ગુજરાતની ટીમમાં થઇ હતી. ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબૉલ કપમાં ભાગ લીધો હતો અને મારુ પરફોર્મન્સ જોઇને નેશનલ ટીમમાં મારી પસંદગી કરવામાં આવી.