દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયામાં 13 વર્ષ 10 માસની સગીરાને યુવક ભગાડી જતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાના પિતાએ નિલેશ ઉર્ફે નિકો નામના શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા ભાણવડ હાઇવે પર પોલીસ હેડકવાર પાસે રહેતી 13 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું છે. ખંભાળિયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોકશો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.
આ અંગે સગીરાના પિતાની ફરિયાદ છે કે, આરોપી યુવકે સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદનામ કરવાની ધમકી આપી અપહરણ કર્યું છે. અઠવાડિયા પહેલા સગીરાનું અપહરણ થયું હતું. જોકે, પરિવારે ગઈ કાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી દાહોદ જિલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
દ્વારકાઃ યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પછી લગ્નની લાલચ આપી ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 02:41 PM (IST)
આરોપી યુવકે સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદનામ કરવાની ધમકી આપી અપહરણ કર્યું છે. અઠવાડિયા પહેલા સગીરાનું અપહરણ થયું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -