આફ્રિકી કોરોના સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી, 4 કેસ નોંધાયા, 44 દેશોમાં ફેલાયું સંક્રમણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2021 10:14 AM (IST)
ભારતમાં બહારથી આવેલા ચાર લોકોમાં નવા કોરોના સ્ટ્રેનની પુષ્ટી થઇ છે. આફ્રીકી કોરોના સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ હોવાના અહેવાલ છે. સંક્રમિતમાંથી બે લોકો દક્ષિણ આફ્રિકાથી તો એક-એક તંજાનિયા અને અંગોલાથી ભારત આવ્યાં હતા.
નવી દિલ્લી: દેશમાં પહેલી વખત ચાર લોકોમાં સાર્સ-સીઓવી આ બે વાયરસથી એટલે દક્ષીણી આફ્રીકી સ્વરૂપથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝિલથી કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ છે. જે ચિંતાજનક છે. 44 દેશોમાં ફેલાયો દક્ષિણી કોરોના સ્ટ્રેન આઇસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારત પરત ફરેલા અને આ ચાર લોકોના સંપર્કમાં આવેલા તમામ પ્રવાસીઓને આઇસોલેશનમાં રખાયા છે. ‘આઇસીએમઆર-એનઆઇવી’ આ ચાર સંક્રમિત લોકોના નમૂનાથી દક્ષિણ આફ્રિકી સ્વરૂપને અલગ કરવા અને અન્ય જાણકારી મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ફેબુઆરીના પહેલા સપ્તાહમાં બ્રાજીલથી પરત ફરેલ એક વ્યક્તિમાં નવા કોરોના સ્ટ્રેનની પુષ્ટી થઇ હતી.ભાર્ગવે વાયરસના બંને સ્વરૂપની ચર્ચા કરતા જણાવ્યું કે, સાઉથ આફ્રીકી સ્ટ્રેનની પહેલી વખત ડિસેમ્બરમાં જાણ થઇ હતી. આ નવો સ્ટ્રેન 44 દેશમાં ફેલાઇ ગયો છે. જ્યારે બ્રાઝલિયાઇ સ્વરૂપની જાણ જાન્યુઆરીમાં થઇ હતી. જે સ્ટ્રેન 15 દેશમાં ફેલાયો છે. બ્રિટેનના સ્વરૂપવાળા સંક્રમિત લોકોની સંખ્યા 187 બ્રિટેનવાળા સ્વરૂપના દેશમાં 187 કેસની પુષ્ટી થઇ છે. જો કે કોઇના મૃત્યના સમાચાર નથી.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે,બ્રિટનથી આવતા લોકો માટે આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય છે.સંક્રમિત લોકોનું જીનોમ અનુક્રમણ કરાયું છે. જે સારી રણનીતિ છે. રાહુલે ગાંધીએ આ સમાચારને શેર કરતાં ટવિટ કર્યું છે કે, “કોરોના હજું ખતમ નથી થયો, સરકાર ઘોર લાપરવાહી અને અતિઆત્મવિશ્વાસની શિકાર છે” નવી દિલ્લી: દેશમાં પહેલી વખત ચાર લોકોમાં સાર્સ-સીઓવી આ બે વાયરસથી એટલે દક્ષીણી આફ્રીકી સ્વરૂપથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝિલથી કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ છે. જે ચિંતાજનક છે. રાહુલે ગાંધીએ આ સમાચારને શેર કરતાં ટવિટ કર્યું છે કે, “કોરોના હજું ખતમ નથી થયો, સરકાર ઘોર લાપરવાહી અને અતિઆત્મવિશ્વાસની શિકાર છે”