આજે ગુરૂપૂર્ણિમાનો પાવન અવસર  છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા છે.  વહેલી સવારના યોજાયેલી મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં  ભક્તો ઉમટ્યા હતા.  ગુરૂપૂર્ણિમા નિમિતે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.  હાલ તો અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે , જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.


યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થીઓનુ ઘોડાપૂર જોવા મળ્યું છે.  આજે ગુરુપૂર્ણિમા અને રવિવારને લઈ  દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે  નિજ મંદિર પગથિયા સુધી યાત્રાળુઓની  લાંબી કતારો જોવા મળી હતી. 




યાત્રધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.  ગુરૂ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટયા છે.  વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું છે.  ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ અને આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે.  ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સોનાના શણગાર કરાયા છે.  નીજ મંદિરને ફૂલોથી શણગારાયું છે. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરશે. 


ગુરુ પૂર્ણિમાના દિવસે બનનારા રાજયોગઃ- આ દિવસે રચાયેલા યોગોમાં ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક રાજયોગો રચાય છે.


શશ રાજયોગ


રાહુ મીન રાશિમાં, કેતુ કન્યામાં અને શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હોવાથી શશ રાજયોગ રચાઈ રહ્યો છે.


કુબેર રાજયોગ


ગુરુ વૃષભમાં હોવાને કારણે કુબેર રાજયોગ બની રહ્યો છે.


શુક્રાદિત્ય યોગ


સૂર્ય અને શુક્ર કર્ક રાશિમાં હોવાથી બંને ગ્રહોના સંયોગથી શુક્રદિત્ય યોગ બની રહ્યો છે.


ષડાષ્ટક યોગ


સૂર્ય અને શનિ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે.


ગુરુ પૂર્ણિમા પર કરવાના ઉપાયો



  • ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો અને ભગવાન વિષ્ણુની આરતી પણ કરો.

  • ગુરુ યંત્રને પીળા રંગના કપડા પર સ્થાપિત કરો. અને ગુરુ યંત્ર મંત્રનો 108 વાર જાપ કરો.

  • આ દિવસે ઉપવાસ કરો. આમ કરવાથી ગુરુદોષમાંથી મુક્તિ મળે છે.

  • આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરો.

  • પીળા વસ્ત્રો, ચણાની દાળ, ઘી, ગોળ, ચોખા અને પીળી મીઠાઈ જરૂરિયાતમંદોને દાન કરો.

  • ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની આરતી કરો અને પૂજા પછી કેળાનો પ્રસાદ વહેંચો.