Gujarat Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી મુજબ  આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું  ( heavy rain) અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે  આગાહી  (forecast)  કરી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદ  ( heavy rain)ની આગાહી (forecast) છે.સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.


છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યું છે.ઉપરવાસ અને રાજ્યમાં વરસેલા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઇ રહી છે. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.97 ટકા ભરાઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના 141 પૈકી નવ જળાશયો સંપૂર્ણ ભરાયા.. 141 જળાશયોમાં કુલ 42.09 ટકા જળસંગ્રહ.. તો કચ્છના 20 જળાશયો પૈકી એક ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યા છે.  દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં કુલ 39.86 ટકા જળસંગ્રહ, તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 36.37 અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં કુલ 26.60 ટકા જળસંગ્રહ છે.                                   


રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 37.42 ટકા વરસાદ વરસી વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 54.58 ટકા, તો કચ્છમાં સિઝનનો વરસી ચૂક્યો છે 50.90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.86 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.