ઉદયપુરઃ મહારાષ્ટ્રમાં ગુજરાતના પટેલ અનામત આંદોલન જેવા આંદોલનનાં એંધાણ લાગી રહ્યાં છે. રાજ્યનું રાજકારણ મરાઠાઓના વિરોધ-મોરચાઓને મળી રહેલા સારા પ્રતિસાદને લીધે ગરમાયું છે. આ મુદ્દે હાર્દિક પટેલે મરાઠા આંદોલનને સમર્થન આપ્યું છે.
હાર્દિક પટેલે ફેસબુક પર લખ્યું કે, મહારાષ્ટ્રના મરાઠા સમુદાય દ્વારા અનામતની માગ ઉઠી છે. ગુજરાતનો પાટીદાર સમાજ મરાઠાની સાથે છે. અને આ રાજનૈતિક નથી પરંતુ ખેડૂતની માગ છે. ખેડૂતના હકની માગ છે. આવનારી પેઢીનો હકનો અવાજ છે. હાર્કિદે વધુમાં લખ્યું કે, હવે તો યુદ્ધ જ કલ્યાણ છે. અમે ગાંધીને પણ માનીએ છીએ અને સરદારને પણ. પરંતુ જરૂરત પડ્યે શિવાજી અને ભગતસિંહને પણ માનીએ છીએ.