તો દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહે તેવી શક્યતા હવામન વિભાગે વ્યક્ત કરી છે.
ગઈકાલે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ,અમરેલી,રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવ અને અમદાવાદમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે. અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીયે તો રાજુલામાં 45 મીમી, જાફરાબાદમાં 72મીમી,લીલીયામાં 55 મીમી, બગસરામાં 98 મીમી, સાવરકુંડલામાં 46 મીમી, વડીયામાં 72 મીમી, ખાંભામાં 93 મીમી જેટલો વરસાદ વરસ્યો છે..વરસાદને પગલે મુંજીયાસર ડેમ અને ખોડિયાર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.