ઉના દલિત અત્યાચાર મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી, સરકાર રજૂ કરી શકે રિપોર્ટ
abpasmita.in | 14 Sep 2016 07:37 AM (IST)
અમદાવાદ: ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે. જે અંગે આજે સુનાવણી હાથ ધરાશે..અરજદારે આ જાહેર હિતની અરજીમાં CBI તપાસની માગ કરી છે. અરજદારનો દાવો છે કે થાનગઢમાં 2012માં દલિતો પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે સમરી ભરી દીધી છે. અને કેસની યોગ્ય તપાસ થઇ નથી. આવા સંજોગોમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે પણ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થાય તેવું લાગતું નથી. અને દલિતો પરના અત્યાચારની તપાસ દબાવી દેવા પ્રયત્નો થાય તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ છે. આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ એજંસી તપાસ કરે તે જરૂરી હોવાનો પણ દાવો કરાયો છે. ત્યારે આ મામલે સરકાર આજે કોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરે તેવી શક્યતા છે.