અમદાવાદ: દિવાળીના તહેવારો હવે નજીક છે ત્યારે હવે જનતાએ સતર્ક બનવાની જરૂર છે.  જો જરા પણ લાપરવાહી દાખવી તો કોરોનાની ત્રીજી લહેર નક્કી છે.  આ ચેતવણી આપી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે.   ગાંધીનગરના GTU કેમ્પસ ખાતે નવી શરૂ કરવામાં આવેલી પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરીના લોકાર્પણના કાર્યક્રમમાં  જ્યાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં હાલ 7 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  પ્રથમ ડોઝનું 91 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે.  તહેવાર હવે નજીક છે  ત્યારે નાગરિકોને સમયસર બંને ડોઝ લેવા સૂચના આપી છે. 


આ સાથે જ વધુમાં કહ્યું કે જો રસી અંગે અને તહેવારો દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન ન કરાયું તો ત્રીજી લહેર કદાચ આવી પણ શકે. અંતમાં લોકોને રસી લઈને સુરક્ષિત બનવા અપીલ કરી હતી.  અન્ય દેશોમાં પણ કેસો વધ્યા છે પરંતું રસીકરણના કારણે જ ડેથ રેશિયોમાં ઘટાડો થયો છે. 


ગુજરાતના 10 IAS અધિકારીઓની સાગમટે થઈ બદલી


રાજ્યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રૂપાણી સરકારમાં કામ કરી ચુકેલા મનોજ દાસ, અશ્વની કુમારને પોસ્ટિંગ અપાયું છે. જે.પી. ગુપ્તાને નાણા સચિવ બનાવાયા છે. તો મિલિંદ તોરવણને જીએસટીનો વધારો ચાર્જ સોંપાયો છે. અશ્વની કુમારને રમત-ગમત વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે અવંતિકાસિંગને જીઆઇડીબીનો સીઇઓનો વધારો હવાલો અપાયો છે. 



એમ. કે. દાસને બંદરો અને વાહન વ્યવહાર અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.   જે. પી. ગુપ્તાને અગ્ર સચિવ નાણાં વિભાગમાં બદલી આપવામાં આવી છે. આ સિવાય અશ્વની કુમારને સ્પોર્ટસ યુથ અને કલ્ચર એક્ટિવિટી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલનો વધારોનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. 



આ સિવાય બી.એ. શાહને બોટાદ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એસ. છાકછુઆકને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના ડિરેક્ટરનો વધારનો ચાર્જ અપાયો છે. કમલ એન. શાહને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બનાવાયા છે. જ્યારે તુષાર સુમેરાને ભરુચના કલેક્ટર બનાવયા છે.