અમદાવાદ : રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉંચકાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ રહેશ. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યાતા છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બેથી ચાર ડીગ્રી તાપમાન વધશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, દિવ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમ પવનો ફૂંકાશે. લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. જો કે અમદાવાદ, સુરત, અમરેલી, પોરબંદર અને રાજકોટ માં પ્રમાણમાં તાપમાન ઓછું રહેશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47 કેસ નોંધાયા
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 47 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 560 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 07 લોકો વેન્ટીલેટર પર છે. 553 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212064 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.
અમદાવાદ કોર્પોરેશનમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 5, વડોદરા 3, આણંદ 2, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબી 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.
અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
બીજી તરફ આજે 53 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06 ટકાએ પહોંચ્યો છે. આજે 69,587 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.