ગાંધીનગર: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગુજરાતના અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ અને અમદાવાદમાં હીટવેવની શક્યતા છે.

અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.

કોરોના સંક્રમણ ગ્રાફ અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજયનાં પાટનગર ગાંધીનગરમા ગરમીનો પારો 43 ડીગ્રીએ પહોંચ્યો છે. લોકડાઉન અને ગરમીનાં કારણે રસ્તાઓ સુમસાન બન્યા છે.