અમદાવાદ: ગુજરાતમાં હાલ ચારેબાજુ કાતિલ ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં મહંતઅંશે ઓછી થઈ છે. ત્યારે ફરીથી હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઠંડા પવનનો ચમકારો વધી રહ્યો છે.


હવામાન વિભાગના મતે, ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો આવશે. આગામી 25મી જાન્યુઆરી બાદ ગુજરાતમાં કાતિલ ઠંડી શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં વિતેલા 48 કલાક દરમિયાન થયેલા સુધારાની વચ્ચે નવસારીમાં ફરી તાપમાન સિંગલ ડિજીટના લેવલે પહોંચી ગયું હતું. જ્યારે સુરતમાં તાપમાન 15.0 ડિગ્રી નોંધાતા લોકોએ એકંદરે ઠંડીમાં રાહત અનુભવી હતી.

નવસારી વિભાગમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા હતું ત્યાર બાદ ઘટીને 57 ટકા થયું હતું. દક્ષિણ-પશ્ચિમ એટલે કે દરિયા પરથી સરેરાશ 1.2 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું પણ અનુમાન છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટબર્નસ આગામી 24મીએ પશ્ચિમી હિમાલય તેમજ જમ્મુ કાશ્મીરને અસર પહોંચાડશે. જેના કારણે ઉતર પૂર્વના રાજ્યોમાં ફરી હેવી સ્નો ફોલ થવાની અને તેના કારણે તારીખ 25મી બાદ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે.