નવી દિલ્હીઃ કોંગ્રેસે તેમના શાસનવાળા રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને પુડ્ડુચેરી માટે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોનું યોગ્ય અમલીકરણ થાય તે માટેની કમિટી બનાવી છે. જેમાં ગુજરાતના બે નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ, મધ્યપ્રદેશની કમિટીમાં ગુજરાતના બે નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને દિપક બાબરિયા, GS AICCને સ્થાન મળ્યું છે.


આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા  મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પુડ્ડુચેરી અને રાજસ્થાન માટે પક્ષ અને સરકાર વચ્ચે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશની કમિટીમાં ગુજરાતમાંથી દિપક બાબરિયાને સ્થાન આપવામાં આવ્યું છે.


IMFએ ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, સમગ્ર વિશ્વ પર થશે અસર

ઓસ્ટ્રેલિયાઃ ભીષણ આગ બાદ હવે આવી નવી મુસીબત, આ કારણે અનેક શહેરોમાં વીજ પૂરવઠો ખોરવાયો, જાણો વિગત

ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર