Gujarat Rain Forecast: ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
આગામી 5 દિવસ આ જિલ્લામાં પડશે વરસાદ
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે. નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે. ભારે વરસાદને લઇને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. આજે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં આજે યલો એલર્ટ અપાયું છે.ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે.