Narmada Rain:હાલ ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં ગુજરાતના મોટભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ મેધમહેર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. નર્મદાના લાછરસમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.


Narmada  Rain: નર્મદાના લાછરસમાં  પાંચ ઇંચ વરસાદ વરસતા કેકલાક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. અહીં અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી છે. લાછરસ ગામ બેટમાં ફેરવાતા દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે.  સસ્તા અનાજની દુકાનમાં પાણી  ફરી વળતાં  અનાજનો જથ્થો પલળતા  વ્યાપક નુકસાનીનો અંદાજ છે.


નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં મૂશળધાર વરસાદના પગલે કમર સુધીના પાણી ભરાયા છે.કમર સુધીના પાણી ભરાતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઇ ગયો છે. પ્રશાસનની બેદરકારીથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ લગાવ્યો છે. ગામમાંથી પાણીના ડ્રેનેજની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ચોમાસામાં આ સ્થિતિ ઉપસ્થિત થતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યાં છે.


નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે નર્મદામાં ભારે વરસાદને પગલે લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે.. લાછરસ ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. લાછરસ ગામમાં વાહનો પણ તણાયા હોય અને ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ, નર્મદાના નાંદોદમાં એક ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 37.61,તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે., તો મધ્ય ગુજરાતમાં 18.95 ટકા અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો છે.