Gujarat Rain Live Update: સોરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ઘરમપુરમાં બારે મેઘ ખાંગા, આ જિલ્લા રેડ એલર્ટ પર

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે જો કે 2 જુલાઇ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે, બાદ 5 જુલાઇ સુધી રાજ્યમાં સમાન્ય છુટછવાયો વરસાદ રહેશે.

gujarati.abplive.com Last Updated: 02 Jul 2023 03:08 PM
હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ સામાન્ય વરસાદનો અનુમાન

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ઉપરાંત અમદાવાદમાં આજે  સાંજે વરસાદનો અનુમાન છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાનના અનુમાન મુજબ આજના દિવસે નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરાનગરહવેલીનાં વરસાદનો અનુમાન છે. ઉપરાંત હજુ આજના દિવસે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેશે.પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદનો અનુમાન છે.

ભારે વરસાદથી કચ્છ જિલ્લાના આ ડેમ થયા ઓવરફ્લો

કચ્છમાં સિઝનનો સૌથી વઘુ 87.44 ટકા વરસાદ નોંધાયો છે. જેન કારણે જળાસયમાં પણ પાણીની આવક થતાં લખપતનો ગજણસર, મુન્દ્રાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થયો છે. માંડવીનો ડોણ, અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો  થયો છે. ભૂજનો કાસવતી, મુન્દ્રાનો ગજોડ ડેમમાં પાણીની ભરપુર આવક  થઇ છે. કચ્છ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં 87.44 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

જૂનાગઢમાં ભારે વરસાદ સર્જી તારાજી, વાવેતરને મોટાપાયે નુકસાન

છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ એ તારાજી સર્જી છે ત્યારે મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો બીજી તરફ માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારના ગ્રામ્ય પંથકોના ખેતરોમાં પાણી ભરાયા છે. ઓજત નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ખેતરોના કાંઠે બાંધેલી દીવાલો પણ પ્રવાહમાં તૂટી ગઈ છે અને ખેતરો પાણીથી ધોવાયા છે અને રફ પાકોમાં પાણી ફરી વળ્યુ છે.  જૂનાગઢ ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં ખરીફ- 2023 મુજબ કુલ 3.13 લાખ હેકટરમાં વાવણીરૂપી પાકનુ વાવેતર કરવામાં આવેલ છે. જેમાં મગફળીનું 1.87 લાખ હેકટર, સોયાબીનનું 59,430 હેકટર, કપાસનું 53,185 હેકટર સહિતનું વાવેતર કરાયું છે.જૂનાગઢના ગામડાના રસ્ત્તા પર નદી વહેતી હોય તેવી દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


 

જામકંડોરણાના હરિયાસણમાં ભારે વરસાદ, બાઈક ચાલક તણાયો

જામકંડોરણાના હરિયાસણમાં  ભારે વરસાદના કારણે અનેક રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. આ સ્થિતિમાં બેઠી ધાબી પર પાણીમાંથી પસાર થતા સમયે પાણીના તીવ્ર  પ્રવાહમાં બાઈક ચાલક  તણાયો હતો. યુવક રાયડી ગામનો રહેવાસી હોવાની માહિતી મળી છે. સ્થાનિકોએ બાઈક ચાલકની  શોધખોળ શરૂ કરી છે. જામકંડોરણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

અમિત શાહે ગુજરાત જળપ્રલયની સ્થિતિ સીએમ સાથે વિશે કરી વાત

રાજ્યમાં વરસેલા ભારે વરસાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, પૂર પ્રભાવિત લોકોની મદદ કરવામાં સરકાર લાગી છે.NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસન લોકોની મદદમાં માટે ખડે પગે છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર મુશ્કેલીના સમયમાં લોકોની સાથે છે.





રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી આગાહી?

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ આજથી વરસાદ ઘટવાના સંકેત આપ્યાં છે. જો કે 5 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય છુટછવાયો વરસાદ પડી રહ્યો છે. અંબાલાલનું અનુમાન છે કે, 6 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. વરાપ બાદ જ ખેડૂતોને વાવેતર કરવાની અંબાલાલ પટેલે  સલાહ આપી છે.

છોટા ઉદેપુરમાં મોડી રાતે વરસ્યો ભારે વરસાદ

છોટા ઉદેપુરમાં ગત મોડી રાતે ભારે વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીથી ભરાઇ ગયા. અહીં માત્ર બે જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા ચેકડેમ ઓવરફ્લો થયા છે. ઓરસંગ નદીમાં પણ પાણીની ભારે આવક  થઇ છે. ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

ધરમપુર બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આજે પણ ભારે વરસાદનો અનુમાન છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ 24 કલાકમાં વલસાડના ધરમપુર 9.50  ઇંચ વરસાદ પડ્યો છે.  જ્યારે વલસાડના કપરાડા, પારડી અને વાપીમાં પણ ભારે વરસાદ થયો છે.


ધરમપુર   9.50 ઈંચ
ખેરગામ   8.50 ઈંચ
કપરાડા   8.25 ઈંચ
પારડી   7.25 ઈંચ
વાપી   6.75 ઈંચ
વિસાવદર   6.75 ઈંચ
ભેંસાણ   6.25 ઈંચ
વલસાડ   6 ઈંચ
ધારી   5.25 ઈંચ
છોટા ઉદેપુર   5.25 ઈંચ
ભરૂચ   5 ઈંચ
અંકલેશ્વર   5 ઈંચ
ચીખલી   5 ઈંચ
ધંધુકા   4.25 ઈંચ
વાંસદા   4.25 ઈંચ
અમદાવાદ શહેર  4.25 ઈંચ
વલ્લભીપુર    4.25 ઈંચ
પોશીના   4 ઈંચ
જલાલપોર   4 ઈંચ
વઘઈ   3.75 ઈંચ
લીંબડી   3.75 ઈંચ
ગણદેવી   3.75 ઈંચ

કચ્છમાં ભારે વરસાદ, 4 ડેમ થયા ઓવરફ્લો

દક્ષિણ ગુજરાતના 13 પૈકી  એક ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. કચ્છના 20 પૈકી 4 ડેમ પુર્ણતઃસપાટીએ પહોંચ્યા છે.અત્યારે તાપીનો ડોસાવાડા, ગીર સોમનાથનો મચ્છુન્દ્રી, જૂનાગઢનો મોતા,ગુજરીયા, ઉબેણ ડેમ પણ  સંપૂર્ણ ભરાઇ ગયો છે. તો અમરેલીના વડિયા અને સાકરોળીનો ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે..રાજકોટના સોડવદર ડેમ, મોજ ડેમ, જામનગરનો વાગડીયા, સપડા અને રૂપારેલ ડેમસંપૂર્ણ ભરાઇ ગયો છે.મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક  થતાં જળ સપાટી 609.13 ફુટ પર પહોંચી છે.ધરોઈ ડેમમાં હાલ 14 હજાર 722 ક્યુસેક પાણીની આવક  થઇ છે.

ભારે વરસાદના કારણે 15 ડેમની જળસપાટી વધી

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે. ભારે વરસાદના પગલે જૂનાગઢનાં સૌથી વધુ 15, જામનગરના 7, રાજકોટના 5, અમરેલીના 4, મોરબીના 2 સહિત 33 ડેમ છલકાયા છે. સોરઠમાં ભારે વરસાદથી મધુવંતિ, આંબાજળ, ઝાંઝેશ્રી, ઉબેણ, ધ્રાફડ, ઓઝત વિપર (શાપુર), ઓઝત વિપર (વંથલી), મોટા જુગરીયા, સાબલી, વ્રમી, બાંટવા ખારો, હસ્નાપુર, ઓઝત આણંદપુર, ઉબેણ કોરાળા, સહિતના ડેમ છલકાયા છે. જયારે હિરણ-1-2, શિંગોળા, મચ્છુન્દ્રી, રાવલ સહિતના 15 ડેમમાં નવા નીરનું આગમન થયું છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat News Update:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે જો કે 2 જુલાઇ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે, બાદ  5 જુલાઇ સુધી રાજ્યમાં સમાન્ય છુટછવાયો વરસાદ રહેશે.


હવામાન વિભાગની માહિતી મુજબ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. જૂનના અંત અને જુલાઇની શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ તેમજ કચ્છમાં ભારે વરસાદ વરસ્યો.


ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 88 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં 41 ટકાથી વધુ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં 20.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 27.65 ટકા અને મધ્ય ગુજરાતમાં  16.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં નોંધાયો વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા આઠ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા આઠ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સવા સાત ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં પોણા સાત ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં પોણા સાત ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં સવા છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં અમરેલીના ધારીમાં સવા પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુર તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ભરૂચ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં પાંચ ઈંચ વરસાદ


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.