સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મેઘમહેર યથાવત રહેશે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું હોવાથી અગામી 48 કલાક બાદ તેની પણ અસર જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે. આ સાથે જ હાલની સ્થિત જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે.
દક્ષિણ જિલ્લાના તમામ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર,તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા વડોદારા,આણંદ, પંચમહાલ,ડાંગ, દાહોદ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થય શકે છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 57.44 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ એક લો પ્રેશર બંગાળ ઉપર સક્રિય થઈ રહ્યુ છે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થશે.