ભાવનગરઃ ભરૂચમાં પડેલા ભારે વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ થઈ છે. ભાવનગરથી બાંદ્રા જતી ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. કોસંબા ગોઠેજમાં પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રેન કેન્સલ કરાઈ છે. કોસંબા જંક્શન સુરત-ભરૂચ વચ્ચે આવે છે.

ભરૂચમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સાંજના સમયે મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી હતી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ભરૂચના આમોદમાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ, હાંસોટમાં 3.5 ઈંચ, જંબુસરમાં 7 મી.મી., નેત્રંગમાં 4 ઇંચ, વાગરામાં 1 ઇંચ, વાલિયામાં 2 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતી ક્રિકેટરનો ધડાકો, કહ્યું- મારા સહિત આશરે 100 ક્રિકેટરોને જમ્મુ-કાશ્મીર છોડવાનું કહેવામાં આવ્યું, જાણો વિગત

ઈઝરાયલના ફ્રેન્ડશીપ ડે ટ્વિટ પર પીએમ મોદીએ શું આપ્યો જવાબ, જાણો વિગત