હવામાન વિભાગ અનુસાર 9 ઓગસ્ટે ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગુજરાત નજીક પહોંચશે. જેથી સમગ્ર ગુજરાતનાં ભાગોમાં 25થી 50 કિ.મી.ના ઝડપે પવનની સાથે હળવોથી મધ્યમ-ભારે વરસાદ પડી શકે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
10 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ- ભારે તેમજ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગામી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદ સહિત કેટલાક ઠેકાણે 200થી 300 મીમી વરસાદ પડી શકે. દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિ.મી. થી વધારે રહેશે.
જ્યારે 11 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.