Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છુટછવાયા વરસાદનું અનુમાન છે તો રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર એટલે કે આજે  મહીસાગર, દાહોદ જિલ્લામાં કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ તથા અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરથી  વરસાદનું જોર ઘટવાનું શરૂઆત થઇ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારે વરસાનું અનુમાન છે.  આજે બે જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.


અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી છે.


રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, વલસાડ,છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


રાજ્યના ડેમની શું છે સ્થિતિ?


પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 95 જળાશયો હાઉસફુલ થયા છે.  તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ ડેમ અને ઉત્તર ગુજરાતના બે ડેમ થયા છલોછલ ભરાઇ ચૂક્યાં છે.  સારા વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  પૈકી  90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


આજે પણ તેલંગાણા, આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે.  પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, દિલ્લીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ  કરી શકે છે.