Gujarat Rain:સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાત માટે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. જો કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરે છે. ઉપરાંત તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદનો અનુમાન છે. જામનગર, જૂનાગઢ, કચ્છમાં પણ આગામી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે. ભારે વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં પાંચ ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં નવસારીના ચીખલીમાં પોણા બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં પોણા બે ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સવા ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં સવા ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં જામનગરના જોડીયામાં એક ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરનતા માંગરોલમાં એક ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ
- 12 વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં પોણો ઈંચ વરસાદ
- વ્યારા, ગણદેવી, વાલીયામાં અડધો અડધો ઈંચ વરસાદ
- ઉમરગામ, તાલાલા, સોનગઢમાં અડધો અડધો ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર, સુરત, તાપી, નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે. કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે. પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે. હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડમાં બુધ અને ગુરુવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો તૈનાત કરાઈ છે. રાજયમાં 206 જળાશયો પૈકી છ જળાશય હાઈ એલર્ટ, ત્રણ એલર્ટ, એક વોર્નિંગ પર છે.