અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહે છે. ત્યારે વડોદરા, ભાવનગર અને અમરેલીમાં સવારથી જ સારો વરસાદ થશે તેવો અંદાજ છે.

26 તારીખે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને કચ્છમાં સારો વરસાદ થવાની આગાહી કરાઈ છે. આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના મહિસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી અને સુરતની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે.

27મી તારીખે અમદાવાદ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લીમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહે છે. આગામી બે દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

28 તારીખે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચમાં સારો વરસાદ થશે. આ સાથે ડાંગ, છોટા ઉદ્દપુર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગરમાં પણ વરસાદ થવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત 29 તારીખે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દમણમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે છોટા ઉદેપુર અને ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.