Gujarat Rain: અમરેલી જિલ્લામાં ગીર પંથકના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. હીરાવા, પાતળા, ત્રમ્બકપુર, ગઢીયા, તરશિંગડા, ગીગાસણ સહીત ગીરના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ગીરના હીરાવાની ખલિયા નેરામાં ઘોડાપૂર આવ્યું છે. ધારીના ગીગાસણની લાડકી નદીમાં પૂર આવતા ગીગાસન જવાનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે.

અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમમાં ઉપરવાસ વરસાદ પડતાં ડેમની નિર્ધારિત લેવલ જાળવવા વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમના ૨(બે) દરવાજા ૦.૪૧૦ મીટર ખુલ્લા હતા તેમા વધારો કરી વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીની આવક વધતા વધુ એક દરવાજો ૦.૬૧૦ મીટર ખોલવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના પાંચ તાલુકાના 34 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા નદીના પટ વિસ્તારોમાં અવરજવર ન કરવા એલર્ટ મેસેજ જાહેર કરાયો છે.  તો બીજી તરફ જૂનાગઢ - મેંદરડામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ મેંદરડામાં પડ્યો હતો.

તળાજામાં ધસમસતા પ્રવાહમાં કાર તણાતા 5 લોકો ડૂબ્યા

તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આવેલ કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતા પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં બેનો આબાદ બચાવ થયો જ્યારે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. ત્રણેય વ્યક્તિઓ તળાજા તાલુકાના પાવઠી ગામના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વ્યક્તિઓમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા.

નર્મદા કેનાલમાં ડૂબતા મિત્રને બચાવવા જતા બીજો મિત્ર પણ ડૂબ્યો

ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના મોત નિપજયાં છે. ખેતરમા ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ડૂબ્યો હતો. બે પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. 8 કલાકની ભારે જેહમત બાદ બને યુવાનોની ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે બને યુવકોની લાશને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial