Dahod Rain: દાહોદ દિવસભર વિરામ બાદ સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




દાહોદમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.  દાહોદ શહેરમાં દિવસભર ગરમી અને ઉકળાટ બાદ સાંજે ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. ગટરો ઉભરાઈ જતા પાણી રસ્તાઓ પર જોવા મળ્યા હતા.  દાહોદના અનેક વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. બસ સ્ટેન્ડ, દર્પણ રોડ,  વિવેકાનંદ ચોક,  સરસ્વતી સર્કલ,  સ્ટેશન રોડ, આંબેડકર ચોક, મંડાવ રોડ સહિત અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી  ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


 



શહેરના મુખ્ય ગાંધી ગાર્ડન સામે  રસ્તા પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.  કેટલાક વાહનો બંદ  થતા વાહનોને ધકોમારતા  લોકો જોવા મળ્યા હતા.  બસ સ્ટેન્ડ નજીક  ગટરો ઉભરાતા દુકાનોમાં પાણી ભરાયા હતા.  જેથી લોકો મુશ્કેલી સર્જાઈ હતી.  તો રસ્તા પર પાણી ભરાતા લોકોને અવાર જવર માટે  મુશ્કેલી વેઠવી પડી હતી. શહેર અને જિલ્લામાં વરસાદથી લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી.  ત્યારે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી આંકડા પર નજર કરીયે તો  દાહોદમાં 32 mm   વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી ખેડૂતો સહીત જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.


અમરેલી જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ


અમરેલી જિલ્લામાં ગીર પંથકના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. હીરાવા, પાતળા, ત્રમ્બકપુર, ગઢીયા, તરશિંગડા, ગીગાસણ સહીત ગીરના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ગીરના હીરાવાની ખલિયા નેરામાં ઘોડાપૂર આવ્યું છે. ધારીના ગીગાસણની લાડકી નદીમાં પૂર આવતા ગીગાસન જવાનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે.



અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમમાં ઉપરવાસ વરસાદ પડતાં ડેમની નિર્ધારિત લેવલ જાળવવા વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમના ૨(બે) દરવાજા ૦.૪૧૦ મીટર ખુલ્લા હતા તેમા વધારો કરી વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીની આવક વધતા વધુ એક દરવાજો ૦.૬૧૦ મીટર ખોલવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના પાંચ તાલુકાના 34 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા નદીના પટ વિસ્તારોમાં અવરજવર ન કરવા એલર્ટ મેસેજ જાહેર કરાયો છે.  તો બીજી તરફ જૂનાગઢ - મેંદરડામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ મેંદરડામાં પડ્યો હતો.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial