Rain Update: હવામાન વિભાગના અનુમાન મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક મેઘતાંડવની સ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ હવે આફતરૂપ બન્યો છે.
ગીર સોમનાથમાં અનારધાર વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. અહીં ઉના તાલુકાનું ખત્રીવડા ગામ પાણીના ભરાવાના કારણે બેટ માં ફેરવાઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગામની ત્રણેય દિશાઓમાં નદી અને ચોથી દિશા માં સમુદ્ર તટ હોવાથી ગામની ચારે કોર અને ગામ ની અંદર પાણી નો ભારે ભારાવો થઇ રહ્યો છે. જેના કારણે આ ગામ સંપૂર્ણ સંપર્ક વિહાણું બની જતાં લોકો પારાવાર મુશ્કેલીનું સામનો કરી રહ્યાં છે.
ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.
ગીર સોમનાથના હિરણ-2 ડેમમાં પમ નવા નીરની આવક થઇ છે.વેરાવળ, પાટણ અને સોમનાથ ટ્રસ્ટ્ર સંચાલિત મંદિરો સહિત અનેક ઉદ્યોગોને હિરણ 2 ડેમમાંથી પાણી પૂરૂં પડાય છે. આ ડેમમાં પાણી આવક થતાં નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદ થતાં ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે ઉનાના 19 ગામોને કરવામાં આવ્યા એલર્ટ કરવામાં આવ્યાં છે.
ગીર સોમનાથના ઉનાની મછુન્દ્રી નદીમાં ધોડાપુર આવતા કે નદી બે કાંઠે વહી રહી છે. ગીર જંગલમાં મછુન્દ્રી ડેમ પર સારા વરસાદના પગલે ડેમ પણ 70 ટકા ભરાઇ ચૂક્યો છે. જો ડેમની સતત વધી રહેવી સપાટીના કારણે ... નિચાણવા 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટથી દુર રહેવા સુચના આપવામાં આવી છે.
ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial