Rain Update: ગુજરાતમાં વરસાદની ફરી રીએન્ટ્રીએ ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે. ગઇકાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની એન્ટ્રીએ ગરબા પંડાલને પાણી પાણી કરી દીધા હતા. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શકયતાને જોતા આજે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ છે.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૂત્રાપાડામાં આઠ ઈંચ વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.. સૂત્રાપાડાના કનેહર વિસ્તારના અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૂત્રાપાડા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 5,કોડીનાર, તલાલામાં 4-4 ઈંચ, ઉના અને ગીર ગઢડામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો.
ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે રાવલ ડેમમાં પાણીની આવક થઇ છે. રાવલ ડેમના ચાર દરવાજા 0.90 મીટર ખોલાયા છે. જેના પગલે ગીર ગઢડા,ઉના તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. તાલાલના આંબળાશ ગામમાં પાણી ભરાયા છે.ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે. તલાલા પંથકમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી આપણે વાવાઝોડાનો ખતરો નથી. જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે.