Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ વરસશે. ગઇકાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. રાજયમાં હાલ નવરાત્રિમાં ગરબા મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં વરસાદ વરસતાં ગરબા આયોજકો સાથે ખેલૈયા પર નિરાશ થયા છે. ભારે વરસાદના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં મોટાભાગના આયોજકોએ સાતમના ગરબા રદ્દ કર્યાં હતા. ગરબા પંડાલમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં મોટાભાગના પાર્ટી પ્લોટમાં ગરબા શક્ય ન બન્યા ન હતાં. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટની અસર આજે સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે. મેઘરાજા આજે સૌરાષ્ટ્રને ધમરોળશે, ગઇકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વરસાદ વરસ્યો. તો ઉમરગામમાં 4.65 ઈંચ, વેરાવળમાં 4.61 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચ, કોડીનારમાં 4.25 ઈંચ, અંકલેશ્વરમાં 4.17 ઈંચ વરસાદ વરસ્યો અન્ય તાલુકાના વરસેલા આંકડા પર નજર કરીએ...
છેલ્લા 24 કલાકમાં ઉનામાં 4.17 ઈંચ વરસાદ
ધરમપુરમાં 4.09 ઈંચ વરસાદ
ડેડિયાપાડામાં 3.98 ઈંચ વરસાદ
વિસાવદરમાં 3.86 ઈંચ વરસાદ
તાલાલામાં 3.62 ઈંચ વરસાદ
કલ્યાણપુરમાં 3.50 ઈંચ વરસાદ
ખંભાળિયામાં 3.50 ઈંચ વરસાદ
પારડીમાં 3.31 ઈંચ વરસાદ
વલસાડમાં 3.19 ઈંચ વરસાદ
વાપીમાં 3.19 ઈંચ વરસાદ
ઉમરપાડામાં 3.07 ઈંચ વરસાદ
બાબરામાં 2.95 ઈંચ વરસાદ
ઝઘડિયામાં 2.87 ઈંચ વરસાદ
ભરૂચ અને બગસરામાં 2.83 ઈંચ વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી વાવાઝોડાનો ખતરો નથી. જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે
છેલ્લા 24 કલાકમાં હાંસોટ, ગીર ગઢડામાં 2.83 ઈંચ વરસાદ
દેવગઢ બારિયા, ભાવનગરના મહુવામાં 2.83 ઈંચ વરસાદ
અમરેલી, કેશોદ અને ભેંસાણમાં 2.80 ઈંચ વરસાદ
કુકાવાવમા 2.48 ઈંચ વરસાદ
વંથલીમાં 2.36 ઈંચ વરસાદ
નડિયાદમાં 2.32 ઈંચ વરસાદ
ભાણવડમાં 2.28 ઈંચ વરસાદ
સુબીરમાં 2.24 ઈંચ વરસાદ
ધારી, સુરતના માંગરોળમાં 2.20 ઈંચ વરસાદ
ખેરગામ, સાગબારા, નિઝરમાં 2.17 ઈંચ વરસાદ
ગઇકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદના કારણે નવરાત્રિના ગરબાના રંગમાં ભંગ પડયો છે. ગરબાના પંડાલ જળમગ્ન થતાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન મુલતવી રખાયું હતું
માળિયા હાટિના, કામરેજ, રાજુલામાં 2.13 ઈંચ વરસાદ
જામનગર, જેસર, મેંદરડામાં 2.12 ઈંચ વરસાદ
જાફરાબાદ, શિનોરમાં 2.01 ઈંચ વરસાદ
માણાવદર, વાલિયા, સાવરકુંડલામાં 1.93 ઈંચ વરસાદ
ઓલપાડ, ખાંભા, પોરબંદરમાં 1.85 ઈંચ વરસાદ
મહુધા, રાણાવાવમાં 1.81 ઈંચ વરસાદ