અમરેલી: અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલેા જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી જ જોવા મળી રહ્યા છે.  વહેલી સવારથી જ  સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

Continues below advertisement


અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં આજે વરસાદની આગાહી કરી છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા  ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.


હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ, ભૂજ, નખત્રાણામાં એક એક ઈંચ, વલસાડના વાપીમાં પોણો ઈંચ, વલસાડના કપરાડામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણો ઈંચ, મોરબીના ટંકારામાં અડધો ઈંચ, ડાંગના વઘઈમાં અડધો ઈંચ, જૂનાગઢ શહેર,તાલુકામાં અડધો ઈંચ, ધ્રોલ, કાલાવડમાં અડધો ઈંચ, માલપુર, પડધરી, વાંકાનેરમાં સામાન્ય વરસ્યો હતો.        


દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લામાં આજે ખાબકી શકે ભારે વરસાદ


ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે.  રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે.  


સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.