Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે. વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે  રાજ્યના 60 ટકા જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે. .. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર વરસાદી ખતરો છે.


 આ જિલ્લામાં વરસાદનું એલર્ટ


સતત બીજા દિવસે મેઘરાજા દક્ષિણ ગુજરાતના ઘમરોળશે. સુરત અને ભરૂચ જિલ્લામા ભારે વરસાદની  આશંકા છે. હવામાન વિભાગે  સુરત, ભરૂચમાં ભારે વરસાદના અનુમાન સાથે  રેડ એલર્ટ આપ્યું છે  તો . વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં પણ હવામાન વિભાગે  વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે વરસાદ વરસી શકે છે. વડોદરા અને આણંદ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.


હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં  ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે.. ભાવનગર અને બોટાદમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારેની આગાહી કરી છે  તો સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના છુટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે.  બંન્ને સંઘ પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ અપાતા છુટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહી  વ્યક્ત કરી છે.


રાજ્યના ડેમની જળસપાટી કયાં પહોંચી?


પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 113 જળાશયો ઓવરફ્લો  થયા છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95, દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના સાત અને ઉત્તર ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.સારા વરસાદને પગલે છલોછલ થયેલા રાજ્યના 156 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 132 જળાશયો હાઈએલર્ટ પર છે તો તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે.


અમદાવાદમાં રાતભર વરસ્યો વરસાદ


રાતભર સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થયો છે.   પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં  ધોધમાર વરસાદ વરસ્યો છે.  તો અન્ય ઝોનના કેટલાક વિસ્તારોમાં  ઝરમર વરસાદ વરસ્યો  છે. અમદાવાદમાં આજે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.


રાતભર વરસેલા વરસાદથી અમદાવાદના કેટલાક વિસ્તારો તરબોળ થયા છે. એસજી હાઈવે, ગોતા, સાયન્સસિટી સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાતા  વિઝિબિલિટી ઘટી છે. આજે પણ સવારથી અમદાવાદના અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પાટનગર ગાંધીનગર  પાણી પાણી થયું છે.  સોમવાર સાંજથી જ રાતભર ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસતો વરસાદ રહ્યો  ગાંધીનગરમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે