વલસાડ: છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  વાપી, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વાપીમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે.  હાલ પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી પાણી નીકાલ નહીં થાય ત્યા સુધી અંડરપાસ બંધ રહેશે.


ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડમાં આવેલી ઔરંગા નદીનું જળસ્તર  વધ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  નદીના નાના બ્રિજ પર પોલીસે બેરીકેટ લગાવ્યા છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. 


વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન 


વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.   વલસાડ જિલ્લાના વાપીમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે  કપરાડામાં સાડા છ ઇંચ વરસાદ ખાબકયો છે.  


વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ 


વલસાડ - 1.69  ઇંચ 


ધરમપુર - 4.25 ઇંચ 


પારડી - 4.60 ઇંચ 


કપરાડા - 6.37 ઇંચ 


ઉમરગામ - 3.64 ઇંચ 


વાપીમાં 7 ઇંચ વરસાદ 


ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ ગાંડીતુર થઈ છે.  હવામાન વિભાગે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. 


છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસ્યો


બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જતા ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં આજે પણ વરસાદને લઇને હવામાન વિભાગે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનુ અનુમાન વ્યક્ત કર્યું છે. વરસાદની આગાહી વચ્ચે  વાપીમાં 7 ઇંચ વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.


વલસાડ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.  વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકામાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં નોંધાયો વરસાદ



  • વાપીમાં ખાબક્યો સાત ઈંચ વરસાદ

  • કપરાડામાં સાડા છ ઈંચ વરસાદ

  • પારડીમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • ધરમપુરમાં સવા ચાર ઈંચ વરસાદ

  • ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • જોડીયામાં અઢી ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ

  • નવસારીમાં અઢી ઈંચ વરસાદ

  • ખેરગામમાં સવા બે ઈંચ વરસાદ

  • જલાલપોરમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં વાલોડમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં સોનગઢમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં આહવામાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં ગણદેવીમાં બે ઈંચ વરસાદ