દીવ: દીવમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ પર્યટન સ્થળ દીવમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદી માહોલ વચ્ચે દીવની પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી છે.  દીવના વણાંકબારા, મલાલા ,ડાંગર વાડી, બુચર વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દીવ અને દમણમાં પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. 


હવામાન વિભાગે ગુજરાતમાં કરી છે વરસાદની આગાહી


ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. 


અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી


ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે આગાહી કરી હતી. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે.


તેમના મતે 17 થી 24 જૂલાઈ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે 17થી 24 જૂલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસશે. તે સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસશે.


સાત જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના  સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું  હવામાન વિભાગનું અનુમાન છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો સુરત, નવસારી અને વલસાડમાં પણ  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  પ્રવાસન સ્થળ દીવમાં  પણ  આજે વરસાદની આગાહી છે. દીવ શહેર વણાકબારા, ઘોઘલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.