પાટણમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે પાટણમાં પણ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોલેજ પાસે આવેલ અંડર પાસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પરેશાન થયા હતા.
તે સિવાય શહેરના આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પાટણ શહેર અને સિદ્ધપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. પાટણ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કોલેજ પાસે આવેલ અંડર પાસમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અંડર પાસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પરેશાન થયા હતા. આનંદ સરોવર વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા જેથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે 9 જુલાઇ સુઘી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જો કે કેટલાક દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદનો પણ અનુમાન છે.
રાજ્યમાં ચોમાસાનું બીજા રાઉન્ટ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 9 જુલાઇ સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ પડશે. જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે આપેલી તાજેતરની માહિતી મુજબ આગામી ત્રણ દિવસ જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, દીવ, અમરેલી,પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3થી4 દિવસ હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતાને લઇને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગઇકાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે, છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લામાં જોરદાર બેટિંગ કરી છે, અને ઠેર ઠેર પાણી પાણી કરી દીધા છે. આ બધાની વચ્ચે અહીં ગઇકાલેથી શરૂ થયેલા છેલ્લા 24 કલાકના બનાસકાંઠા જિલ્લાના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.