Gujarat Rain Forecast: વધુ એક વખત મેઘરાજા ગુજરાતને ધમરોળશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 થી 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની  હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગ અનુસાર 2 ઓગસ્ટે ડાંગ , નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.


3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત , ડાંગ, નવસારી, તાપી સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ 2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે,. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને 2 ઓગસ્ટથી  અમરેલી, ભાવનગર , ગીરસોમનાથ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઇને આ જિલ્લામાં  યલો એલર્ટ જાહેર કર્યું છે   


ગુજરાતમાં 2 ઓગસ્ટથી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગીમી દિવસોમાં  પ્રતિકલાક 35 થી 45 કિલોમીટરની ઝડપે  પવન સાથે વરસાદ વરસી શકે છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.  


રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો હાઉસફુલ થયા.. સૌરાષ્ટ્રના 35, કચ્છ અને દક્ષિણ ગુજરાતના છ- છ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો  207 જળાશયોમાં કુલ 50.76 ટકા જળસંગ્રહ છે.રાજ્યના 75 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા  છે તો 53 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા  10 જળાશયો એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો  59.33 ટકા રાજ્યમાં વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં 76.45 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 74.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 69.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 47.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં નોંધાયો વરસાદ



  • પાટણમાં વરસ્યો સવા પાંચ ઈંચ વરસાદ

  • સરસ્વતિમાં વરસ્યો સાડા ચાર ઈંચ વરસાદ

  • અબડાસામાં વરસ્યો સવા ચાર ઈંચ વરસાદ

  • વિસનગરમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ

  • જોટાણામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ

  • ખેરાલુમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

  • મહેસાણામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ

  • ભાભરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ

  • બેચરાજીમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ

  • રાધનપુરમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

  • સાંતલપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

  • લાખણીમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ચાણસ્મામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં અંજારમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વડનગરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં દેત્રોજમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં હારીજમાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ભચાઉમાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સતલાસણામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કડીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ