હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચોમાસુ કેરળમાં પહોંચી ગયું છે અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. મુંબઈ તેમજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 13મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના જોવા મળી રહી છે.
આ દરમિયાન વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ સિસ્ટમથી તેની અસર હેઠળ આવનારા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થાય તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થવામાં વિલંબ થયું છે જેના કારણે હવે ગુજરાતમાં પણ ચોમાસું મોડું શરૂ થવાનું છે. હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.