11 જિલ્લામાં NDRF, આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય છે. તો 3 લાખ લોકો રાહત શિબિરમાં છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. કોસ્ટ ગાર્ડે હજુ 50 કલાક સાવચેતીની અપીલ કરી હતી. કુલ 86 ટ્રેન રદ તો 37ના રૂટ ટૂંકાવાયા હતા. સૌરાષ્ટ્રના એરપોર્ટ ગુરવારે પણ બંધ રહ્યા હતા.
સચોટ આગાહીઓ કરી, સતત બુલેટીન બહાર પાડ્યા, તેના કારણે સ્થિતિ સતત નિયંત્રણમાં રહી. સમગ્ર સંકટને ખાળવામાં હવામાન વિભાગની સચોટ આગાહીઓનું મોટું યોગદાન રહ્યું. વાયુ વાવાઝોડાની ગતિનો સાચો અંદાજ આપ્યો, સાચી દિશા પારખી, તેના એરિયા-ઘેરાવાની વિગતો મેળવી તથા સરકાર તથા બચાવ એજન્સીઓને સમયસર તેની જાણકારી આપી.
હવામાન વિભાગની આ કામગીરીના લીધે માત્ર સરકાર જ નહીં પણ સ્થાનિક વહીવટીતંત્રને પણ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં મદદ મળી. વાવાઝોડાએ જ્યારે પોતાની દિશા બદલી ત્યારે હવામાન વિભાગે સચોટ રીતે કહ્યું કે તેણે 16 ડિગ્રીનો ટર્ન લીધો છે અને હવે વેરાવળના બદલે પોરબંદર તરફ મૂવ કરી રહ્યું છે.