Rain Weather:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી  4 દિવસ સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. વરસાદની શક્યતાને લઇને 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી  4 દિવસ સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. વરસાદની શક્યતાને લઇને 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે. જો કે હાલ 2 દિવસ વરસાદનું જોર ઘટશે બાદ એટલે 16 જુલાઇથી ફરી વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. જેમાં ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઇ શકે છે.

16 જુલાઇ બાદ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. પહેલા અને બીજા રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે દેશમાં અત્યાર સુધીમાં 60% વરસાદ  વરસી ચૂક્યો છે. તો ગુજરાતમાં  40% અને સૌરાષ્ટ્ર માં 86% વરસાદ વરસી ચૂકયો છે.


ગુજરાતમાં આ દિવસથી વરસાદ થશે બંધ, જાણો હવામાન વિભાગનું અનુમાન


ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થયા બાદ બીજા રાઉન્ડમાં પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી. જો કે બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે






સૌરાષ્ટ્રમાં સહિત આ વિસ્તારમાં મેઘરાજાએ  જમાવટ કરી છે.  છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજ અને કાલ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.


છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ  કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે. જો કે ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.


રાજસ્થાન પર જે લો પ્રેશર સિસ્ટમ હતી,  તે હવે નબળી પડી ગઇ છે.જેના કારણે હવે આજે અને કાલે વરસાદનું જોર ઘટી જશે. જો કે છૂટછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે.  દક્ષિણ ગુજરાત અને કેરળ સુધીના દરિયા કાંઠે પણ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે આગામી બે દિવસ બાદ પણ  જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હવે વરસાદની જોર હવે ઘટશે. જો કે હજુ પણ ઉત્તર ગુજરાત દક્ષિણમાં હળવાથી સામાન્ય છૂટછવાયો વરસાદ રહેશે.