સૌરાષ્ટ્રના આ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, અનેક જગ્યાએ શોર્ટ સર્કિટની ઘટનાઓ આવી સામે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jun 2020 01:23 PM (IST)
ગુજરાતમાં એકબાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે આજે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં એકબાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે આજે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળ્યાં હતાં. ભારે પવન સાથે વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ શોર્ટ સર્કિટ અને ઝાડ પડવાની ઘટનાઓ પણ જોવા મળી હતી. હવામાન વિભાહની આગાહી પ્રમાણે, ભાવનગરમાં આજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. બારે પવનના કારણે શહેરમાં અનેક જગ્યાએ શોર્ટ સર્કિટ અને ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભારે પવનના કારણે ઝાડ પડી ગયું હતું. ઝાડ પડવાના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી. આ ઉપરાંત બોટાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.